શ્રી. સુબોધ શાહે ‘Culture Can Kill’ નામનું અંગ્રેજીમાં બહુ સરસ આપણને
વિચારતા કરી દે તેવું પુસ્તક લખ્યું છે. આ જગત સતત પરિવર્તનશીલ છે.
સંસ્કૃતિઓ પણ પરિવર્તનશીલ નાં બને તો ઘાતક પુરવાર થતી હોય છે, અને જો આ
પરિવર્તન પ્રોસેસ એટલો બધો ધીમો હોય લગભગ સ્થિર જેવો તો બીજી સંસ્કૃતિઓની
સરખામણીએ આપણે વિકાસના ક્રમમાં બહુ પાછળ પડી જતા હોઈએ છીએ. શ્રી. સુબોધ
શાહે આપણી ખુદની સંસ્કૃતિ, પરમ્પરા અને માન્યતાઓ આપણા માટે કઈ રીતે ઘાતક
પુરવાર થાય છે અને આપણને કઈ રીતે વિકસતા અટકાવે છે તે બહુ સરસ રીતે
સમજાવ્યું છે. આ પુસ્તકની ચિત્રાત્મક રજૂઆત અગાઉ અંગ્રેજીમાં કરી હતી.
ત્યારે ઘણા મિત્રોની ફરમાઈશ આવેલી કે આ રજૂઆત ગુજરાતીમાં પણ હોય તો ઉત્તમ.
ફક્ત આ ચિત્રો જુઓ, વાંચો અને પુસ્તકનો સાર ગ્રહણ કરો. પ્રથમ ચિત્ર ઉપર
ક્લિક કરીને આખો સ્લાઈડ શો જુઓ. આ પુસ્તકની પ્રિન્ટેડ કોપી જોઈતી હોય તો
અહી ક્લિક કરો Culture Can Kill